ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘ મહેર ની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લા માં જેતપુર, ધોરાજી, ઉપલેટા શહેર અને પંથક માં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલ શહેર માં ધોધમાર વરસાદ વરસતા જોવા મળી રહ્યો છે વરસાદ ને લઈને રોડ પર પાણી વહેતા થયા છે જેતપુર રોડ પર અજંતા નગર માં કાદવ કીચડ માં એક બાઈક ફસાયું જોવા મળ્યું હતું 30 મિનિટ માં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો હાલ વરસાદ અવિરત ચાલુ જોવા મળી રહ્યો છે. ગોંડલ જેતપુર રોડ પર સાંઢીયા પુલ નીચે આવેલ અજંતા નગર ની મહિલાઓ દ્વારા તાજેતર માં સોસાયટીમાં ખરાબ રોડ ને લઈને ચક્કાજામ કર્યો હતો આજે વહેલી સવારે સોસાયટીમાં એક બાઈક ચાલક રોડ પર ખૂંચી ગયો હતો બાઈક ચાલક બાઈક મૂકી ને જતો રહ્યો હતો. ગોંડલ તાલુકાના મોવિયા, શ્રીનાથગઢ, બિલડી, વાસાવડ, દેરડી(કુંભાજી), જામવાડી,ચોરડી,ભોજપરા,ભરૂડી,ભુણાવા સહીતના ગામોમાં વરસાદ વરસ્યો હતો વાવણી લાયક વરસાદ થી ખેડૂતોના પાકને ફાયદો થયો છે