ગોંડલ શહેરમાંથી સિંઘમ સ્ટાઇલ માં રૂરલ LCB બ્રાન્ચે શહેરના પાંજરાપોળ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને ઈગ્લીશ દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું હતું. તેમજ દારૂ ભરેલ કન્ટેનર નંબર-CH 01 TB 7059 હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત ડ્રાઈવર ક્લીનર સાથે ઝડપાયેલ કન્ટેનરમાં અંદાજે 250 થી વધુ પેટી ભરેલ દારૂ ભરૂડી ટોલનાકા પાસેની એલસીબી પોલીસ કચેરી ખાતે લઈ જવાયું આવ્ય બાદ રાજકોટ એલસીબી પોલીસે ઝડપાયેલ ઈગ્લીશ દારૂના કન્ટેનરને લઈને તપાસ હાથ ધરી છે.