અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા અને આ દિવસે ગુરુ નું અનેરું મહત્વ જોવા મળે છે ગુરુપૂર્ણિમા ની ઠેર ઠેર ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગોંડલ રામજી મંદિર ખાતે પણ ગુરુપુર્ણિમાની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ ગુરુપૂર્ણિમા નિમિતે દેશ વિદેશ થી ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગોંડલ રામજી મંદિર ખાતે સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજની નિશ્રામાં મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજના અદ્રશ્ય આશીર્વાદ અને મહંતશ્રી જયરામદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે વહેલી સવારથી ભક્તજનોની લાંબી કતાર જોવા મળી હતી અને ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રામજી મંદિરે ગુરુપૂર્ણિમા નિમિતે રાત્રીના મંદિરના પટાંગણમાં અખંડ રામધૂન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ વહેલી સવારે 5 વાગ્યે ગુરુ રણછોડદાસજી મહારાજ પાદુકા પૂજન 5.45 એ પૂ. હરિચરણદાસ બાપુ પાદુકા પૂજન મંદિર ના મહંતશ્રી જયરામદાસજી મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.