નવરાત્રીના પ્રારંભ પહેલા જ ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે વરસાદને લઈને ખેલૈયાના રંગમાં ભંગ થયો હોય તેવું જોવા મળ્યું હતું. તેમજ સતત બીજા દિવસે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ યથાવત રહેતા ધોધમાર વરસાદને લઈને ખેડૂતોના મગફળી,કપાસ,સહિતના અનેક પાકોને નુકસાન પહોંચ્યું હતું.