ગોંડલ તાલુકાના રીબડાના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણમાં ધરપકડ થયેલ બંને વકીલોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જેલમાં ગયેલા રાજકોટના એડવોકેટ સંજય પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાતર દ્વારા ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અંગેની માંગ કરી હતી આ અરજી અન્વયે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ એચ.એ.ત્રિવેદી દ્રારા બંને વકીલોને જુદી જુદી શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતરને કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાની સાથે રૂપિયા 50,000ના જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે.