ગોંડલ તાલુકાના ભુણાવા ગામ પાસે આવેલ વી.જે. કંપનીમાં કામ કરતા અને શક્તિમાન કારખાનાની પાછળ આવેલ ઓરડીમાં ભાડે રહેતા સંજયભાઈ વદેસણીયાની બન્ને દીકરી દીક્ષા અને દીપિકા ઓરડી પાસે આવેલ ધાબા પાસે રમતા હતા તે દરમ્યાન દીપિકા વદેસણીયા નામની બાળકીનું પાણી ની ભરેલ ટાંકીમાં પડી જવાથી અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તેમજ મૃતક બાળકીના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે સમગ્ર બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આકસ્મિક પુત્રીના મોતને લઈને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો..