ગોંડલ તાલુકાના બાંદ્રા ગામના સરપંચના પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા દોઢ વર્ષથી સરપંચ તરીકે ફરજ બજાવતા છગનભાઈ મકવાણાના 26 વર્ષીય પુત્ર પાર્થએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ક્યાં કારણોસર યુવાને ગળાફાંસો ખાધો તેનું કારણ જાણવા મળ્યું નથી
સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે