– ગોંડલ તાલુકાના કમર કોટડા ગામની સીમમાં રેડ પાડીને રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઘોડી પાસાના જુગારનો અખાડો પકડી પાડ્યો હતો. પોલીસે 6 વાહનો સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગાર રમતા 28 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ રૂરલ LCB ને બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમમાં આરોપી મયુર છગન જાગાણીના પોતાની વાડીના મકાનમાં જુગાર ધામ ચલાવતા હતા. હબીબ અલીભાઇ ઠેબા તથા અજીત ભીમભાઇ ભોજક જુગારનો અખાડો ચલાવતા હતા. રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જુગાર ધામ પર રેડ કરી હતી. આ રેડમાં જુગાર રમતા 28 ઈસમો સહિત કુલ રૂ.53,71,700/- કિમતના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમતા 28ને ઝડપાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -