વરસાદી વાતાવરણ ની વચ્ચે ગોંડલ તાલુકા પોલીસે વિદેશી દારૂ ના મોટા જથ્થા નો નાશ કર્યો SMC બ્રાન્ચ દ્વારા તાજેતરમાં મોટા પ્રમાણ માં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન માં મુદામાલ રૂમ માં દારૂ સમાયો ના હતો જેને લઈને શહેર ના વોરા કોટડા રોડ પર 29,733 દારૂની બોટલ નો નાશ કરવામાં આવ્યો. બ્રાન્ચ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં 10 જેટલી કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ ઈંગ્લીશ દારૂના મોટા પ્રમાણના જથ્થાનો શહેર ના વોરકોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યા માં નાશ કરવામાં આવ્યો હતો. SMC અને તાલુકા પોલીસે સાત મહિના દરમ્યાન પકડેલ હતો 29,733 વિદેશી દારૂ ની બોટલો 1 કરોડ 9 લાખ 59 હજાર 350 રૂપિયા ની કિંમત ની દારૂ નો વરસતા વરસાદ ની વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, DYSP કે.જી.ઝાલા તાલુકા પોલીસ ના PSI જે.એમ ઝાલા, નશાબંધી અધિકારી PI નર્મિલાબેન મોરી તાલુકા પોલીસ સ્ટાફ ની હાજરીમાં નાશ કરાયો હતો બુલડોઝર નાં તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા