રાજકુવરબા કન્યા વિદ્યાલય ખાતે રાજમાતાની નિશ્રામાં રાસોત્સવનું આયોજન મારવામાં આવ્યું હતું તેમજ વિદ્યાલય મા છેલ્લા ૭૭ વર્ષ થી નવરાત્રી પર્વમાં પ્રાચીન રાસોત્સવ નુ આયોજન થતુ રહ્યુ છે. ત્યારે યોજાયેલા રાસોત્સવમાં વતૅમાન રાજવી હિમાંશુસિહજી,રાજમાતા કુમુદકુમારીજી,ઢાંક દરબાર શીવરાજસિહજી મહારાણી ભારતીબા, જસદણ દરબાર સત્યજીતસિહજી મહારાણી અલૌકિકાદેવી,લંડન નિવાસી ડો.અંશદેવ પટેલ, વિક્રમસિંહ જાડેજા, મુંબઈનાં અગ્રણી ઉદ્યોગપતિ આશિષભાઈ દોશી,રાજસ્થાન થી રણબીરસિહ રાઠોડ, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ,યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,ભુવનેશ્વરી પીઠ નાં ડો.રવિદર્શનજી, પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિહ જાડેજા,શહેર તાલુકા ક્ષત્રીય યુવક મંડળ ના સદસ્યો,રાજપુત મહીલા મંડળ ના બહેનો સહીત બહોળી સંખ્યા માં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.રાજવી હિમાંશુસાહજી ના હસ્તે બાળાઓ ને પ્રસાદી રુપે લ્હાણી વિતરણ કરાયુ હતુ.