બિપરજોય વાવાઝોડા ને લઈને ગોંડલ વહીવટી તંત્ર સતર્ક બન્યું. સવાર થી જ પવન અને સતત ધીમીધારે વરસાદ પડ્યો હતો. તેમજ હજુ પણ આગાહી યથાવત હોઈ અસરકર્તા બીપરજોય વાવાઝોડા ના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો નું સહી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સંભવિત બીપરજોય વાવાઝોડા સંદર્ભે આગમ ચેતી ના ભાગરૂપે જીલ્લા કલેકટર પ્રભવ જોશી, ટી.ડી.ઓ દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ ગોંડલ ઉમવાડા રોડ પર આવેલ ખાડા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવતા નિરીક્ષણ કરવામાં આવ્યું. ઉમવાડા રોડ ખાડા વિસ્તારમાં રહેતા 60થી વધુ પરિવારોના 250 થી વધુ લોકોનું આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભગવતપરા બાલાશ્રમ રોડ પર નદીકાંઠે ઝૂંપડપટ્ટી માં રહેતા 200થી પણ વધુ લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા માંથી નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી માં રહેતા 4000થી પણ વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવશે. તેમજ જિલ્લામાં 236 આશ્રય કેન્દ્ર અને જિલ્લાની તમામ શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરાશે.