30 C
Ahmedabad
Monday, May 19, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલમાં ધોધમાર વરસાદના પગલે શહેરની ગોંડલી નદી ગાંડીતુર બની, વેરી તળાવ ઓવરફલો, નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા


ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ધોધમાર વરસાદના કારણે ગોંડલ શહેર નો જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો હતો વેરી તળાવની નીચે આવેલ આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ, અને ગોંડલી નદી બે કાંઠે જોવા મળી હતી ગોંડલ શહેર ની નદીઓ માં ભારે પુર આવતા અનેક લોકો પ્રતિબંધિત વિસ્તારમાં નાહવા પોહચ્યા કોઈ અકસ્માતની ઘટના ઘટશે તો જવાબદાર કોણ રહેશે તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર ને બંધ કરવામાં આવશે કે શું એ જોવાનું રહ્યું. ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરો ના પાળા તૂટ્યા હતા હતા લીલાખા, નવાગામ, કમઢીયા, સાંઢવાયા, ઘોઘાવદર, પાટીદડ સહિત ના અનેક ગામો ની નદી ગાંડીતુર બની પંથક ના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા ગ્રામજનો પુર જોવા ઉમટ્યા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે વેરી તળાવ નીચે આવતા ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલિયા, વોરા કોટડા, ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -