ગોંડલ રહેતી અને કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેનીશા પરેશભાઈ ગોધણીએ રાઇફલ શૂટિંગ ઓલમ્પિકમાં ભારત પ્રથમ સ્થાન મેળવ્યું છે. 60 રાઉન્ડમાં 160 મીટરની રેન્જમાં 40 ગોળીનું નિશાન મારી ભારતનું નામ રોશન કર્યું છે. આ મેચ દિલ્હી ખાતે યોજાઈ હતી. તારીખ 11 ઓક્ટોબરના રોજ આયોજિત સ્પર્ધામાં 51 દેશોએ ભાગ લીધો હતો. જેમાં ગોંડલની જેનીશાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકાએ બીજું સ્થાન જયારે ભુતાને ત્રિજુ સ્થાન મેળવ્યું હતું. સામાન્ય રીતે સમાજમાં દીકરીઓના હાથમાં હથિયાર આપતા નથી. શૂટિંગ સહિતની બાબતોમાં હજું પણ ગોંડલ જેવા નાના શહેરની દીકરી પ્રથમ સ્થાન મેળવે તેની કલ્પના પણ થોડા વર્ષો પહેલા મુશ્કેલ હતી પરંતુ જેનીશાએ આ મિથ તોડી નાખ્યું છે. નાના શહેરના છોકરોઓ મોટું નામ ન કરી શકે તેવી માન્યતા ગોંડલની જેનીશાએ ખોટી પાડી છે. જેનીશાએ રાઈફલ શૂટિંગમાં પ્રથમ જુનાગઢમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ રાજય કક્ષાની સ્પર્ધામાં અવ્વલ આવી હતી. ઉત્તરાખંડ, ચંદીગઢ અને હાલ દિલ્લી ખાતે પણ ઉત્તમ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે.
ગોંડલની દીકરી ઇન્ટરનેશનલ ઓલમ્પિકમાં ચમકી, ચેમ્પિયન શિપમાં 51 દેશના ખેલાડીઓએ ભાગ લીધો છે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -