ભારતએ ખેતી પ્રધાન દેશ છે, ત્યારે અહિનાં પ્રગતીશીલ ખેડુતો કઈક ને કઈક નવા નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે, અને સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે નાના એવા ગોંડલ ગામના યુવા પ્રગતીશીલ ખેડુત બ્રિજેશભાઈ ભીખુભાઈ કાલરીયા એ ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસરની ખેતી કરી સફળતા મેળવી છે. તેમજ 5 થી. 6 લાખ રૂપીયા પ્રતી કિલો કેસર બજાર માં વેંચતા હોય છે. ત્યારે ગોંડલ ના ખેડૂત બ્રિજેશભાઈ એ એક 15×15 ફુટ ના બંધ એવા કોલ્ડ રૂમમાં એ પણ માટી પાણી કે સુર્યપ્રકાશ વગર ઉચ્ચ ગુણવતા યુક્ત કેસર ઉગાડયું છે, જે કેસરનું બીયારણ પણ પોતે કાશ્મીરથી લઇ નીયંત્રીત વાતાવરણમાં (ઠંડક-ભેજ) જરૂરીયાત પ્રમાણે વધઘટ કરવામાં આવે છે. જરૂર જણાય તો અલગ-અલગ પ્રકારની લાઈટો દ્વારા ફકત અને ફક્ત પ્લાસ્ટીક અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું બીયારણ મુકી અને કશમીરી કેસર ઉગાડવામાં બ્રિજેશભાઈ એ સૌ પ્રથમ સફળતા મેળવી છે.
ગોંડલના યુવા ખેડૂત બ્રિજેશ કાલરિયાએ સૂર્યપ્રકાશ, માટી કે પાણી વિના ઉગાડ્યું કશ્મીરી કેસર…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -