ગોંડલના ઘોઘાવદર રોડ પર ઘોઘાવદર ચોકડી પાસેના વળાંકમાં સાંજના સમયે બે બાઇક સામસામા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્કમાં રહેતા શાહરુખ મજીદભાઇ મકવાણા ઉ.25ને ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બે પરપ્રાંતિય જેવા અજાણ્યા યુવાનોને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર શાહરુખ ઇલેક્ટ્રિક કામ કરતો હતો. પરીવારમાં બે ભાઇઓ અને એક બહેન હોવાનું જાણવા મળેલ હતુ. મૃતક તથા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.