ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ગોંડલી નદી પર એક સદી પહેલા બે પુલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હોય જે છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત થઈ રહ્યા હોય સુરક્ષા હેતુથી યતિશભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં અરજ કરાતા કોર્ટે બંને પુલ ઉપર ભારે વાહનોનાં આવનજાવન પર પ્રતિબંધિ મૂકવાનો હુકમ કર્યો હોય નગરપાલિકા તંત્ર એ કાર્યવાહી હાથ ધરતા શહેરના અન્ય રાજમાર્ગ તેમજ નાની મોટી બજાર, સેન્ટ્રલ ટોકીઝ, સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવા પામી હતીત્યારે અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા હોય નાની મોટી બજાર માંડવી ચોક સહિતના વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભીડ પણ ભેગી થતી હોય તેવામાં વાહનોનો પણ ટ્રાફિકજામ થતા ઘટના પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર માટે પણ સિર દર્દ સમાન બની જવા પામી હતી