ગોંડલના ગુંદાળા રોડ પર ડેકોરા સીટી પાસે પુરપાટ ઝડપે દોડી આવતી ઓટોરીક્ષાના ચાલકે બાઈક ચાલકને ઠોકર મારતા આકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા ઓટોરીક્ષા પલ્ટી જતા ઓટોરીક્ષામાં સવાર દાહોદ પંથકના મજૂર પરિવારના નિતિન દશરથભાઈ ડામોર 7 માસના બાળકનું મોત થયું હતું. તેમજ મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે ગોંડલ તાલુકા પોલીસના જીતેન્દ્રસિંહ વાળાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર ઓટો રીક્ષા ચાલકને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પડ્યો હતો.