ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબિયત અચાનક લથડી ગઈ. તેમને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની મદદગારીના કેસમાં પકડવામાં આવ્યા હતા.દિનેશ પાતરની સ્થિતિની જાણ થતાં મેઘવાળ સમાજના યુવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. ગોંડલ પોલીસ સામે વારંવાર થતા આવા આરોપોને કારણે આ ઘટના તપાસનો વિષય બની છે.હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પોલીસ જિલ્લા પોલીસવડા અને જયરાજસિંહ જાડેજા તેમને એક પછી એક ગુનામાં ખોટી રીતે ફસાવી રહ્યા છે. પાતરે એવો પણ આરોપ લગાવ્યો કે, રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસવડા પાસે છે, જે જયરાજસિંહ જાડેજા અને ગણેશના છે સુલતાનપુર પોલીસમાં બપોરના જામીન થયા હોવા છતાં સાંજ સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ પૂર્વ ધારાસભ્ય અને એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -