ગોંડલના ઉમવાડા રોડ પર ખેતરના કૂવામાં ઝંપલાવી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી છે ગૌશાળામાં કામ કરતા લાખાભાઈ વાલાભાઈ ધાનોયા ઉ.વ.22 અને માલીબેન ભોજાભાઈ ગુજરીયા ઉ.વ.19 નામના પ્રેમીપંખીડાએ પોતાના શરીરે દોરડા બાંધી ઝેરી દવા પી કૂવામાં ઝંપલાવ્યું હતું અને બંનેના મોત નિપજ્યાં હતા કૂવાની બાજુમાંથી ઝેરી દવા અને ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી હતી યુવક યુવતિ રાત્રીના 2:30 કલાકે બાઈક લઈ ખેતર નજીક આવ્યા હોવાના CCTV પણ સામે આવ્યા છે ગોંડલ નગર પાલિક ફાયર બ્રિગેડે મૃતકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા પોલીસે પ્રેમી પંખીડાના આત્મહત્યાના બનાવને લઈને બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી છે