22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલના અક્ષર મંદિર ખાતે ૭૫ હજારની ચલણી નોટમાંથી તૈયાર કરાયો કલાત્મક હિંડોળો


શ્રીઅક્ષર મંદિર, ગોંડલ ખાતે મહિલા હરિભક્તો દ્વારા ચલણી નોટો અને સિક્કામાંથી અદભુત સુશોભન કરી ઠાકોરજી માટે સુંદર હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કુલ પંચોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમતની ચલણી નોટોનો ઉપયોગ થયો છે. ચલણી નોટોમાંથી કલાત્મક દિવડાઓ, વિવિધ સર્કલ્સ, આકર્ષક બટરફ્લાય અને સિક્કાઓ દ્વારા વટવૃક્ષ વગેરે, જેવી ભવ્ય સજાવટ કરવામાં આવી છે.તો સાથે જ પ્રકટ સત્પુરૂષના સદગુણોનું પ્રેરણાત્મક દર્શન પણ શોભામાં વિશેષ અભિવૃદ્ધિ કરે છે. આપણા શાસ્ત્રોમાં ધનને ‘બર્હિપ્રાણ’ની ઉપમાં આપવામાં આવી છે. પરંતુ તેનો ઉપયોગ જો ભગવાન અને સંતની સેવામાં થાય, તો તે શુભ લક્ષ્મિ બની જાય છે. આ જ વાતને અહીં ચરિતાર્થ કરતો હિંડોળો સૌના આર્કષણનું કેન્દ્ર બન્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -