ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા પી.ડી. માલવીયા કોલેજ સામેના મેદાનમાં શ્રી વિશ્ર્વકર્મા અર્વાચીન રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પ્રથમ નોરતાથી જ ગુર્જર સુતાર જ્ઞાતિના સભ્યોએ અનેરો ઉમંગ અને ઉત્સાહ બતાવ્યો છે તેમજ શ્રી વિશ્ર્વકર્મા અર્વાચીન રાસોત્સવનું છેલ્લા 3 વર્ષ થી આયોજન કરવામાં આવે છે. તેમજ સમગ્ર આયોજન જ્ઞાતિના ભાઈઓ અને બહેનો માટે કરવામાં આવે છે. જેમાં 1500 થી વધુ ખેલૈયાઓ ભાગ લે છે.