શ્રી સોમનાથ મંદિર ખાતે અષાઢમાસની પૂર્ણિમા એટલેકે મહર્ષિ વેદ વ્યાસની જન્મતિથિ. જેથી અષાઢ માસની પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કેહવામાં આવે છે. સમગ્ર સંસારને શ્રીમદ્ ભાગવત્ સમાન જ્ઞાનનો અખૂટ સ્ત્રોત આપનાર વેદ વ્યાસ ને સમર્પિત ગુરુપૂર્ણિમાના તેહવારનું અભ્યાસુઓ સહિત સૌકોઈ માટે વિશેષ માહાત્મય રહેલુ છે.સોમનાથ મંદિર પટાંગણમાં પૌરાણીક કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલ છે. સોમનાથમાં હનુમાનજીના સાનિધ્યમાં અર્વાચીન પ્રણાલિકા અનુસાર પ્રત્યેક માસની પુર્ણિમાએ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. જુદાજુદા ભક્તિ મંડળો આસ્થા પૂર્વક સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સુંદરકાંડનું પઠન કરે છે. અને ભક્તો સુંદરકાંડ પઠનમાં તેમની સાથે જોડાય છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ