વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૩ યોજાયું હતું.આ પ્રસંગે શહેર અને જીલ્લાની વિવિધ શાળાઓના માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષકોએ તૈયાર કરાવેલા ૨૦૦થી વધુ સંશોધનાત્મક પ્રોજેક્ટ રજૂ થયા હતાં. ઉદ્દઘાટન સમારંભના અધ્યક્ષ સ્થાનને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યાએ શોભાવ્યું હતું. જિલ્લાના શિક્ષણ નિરીક્ષક નિશાંતભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ક્ક્ષાએ પસંદગી પ્રાપ્ત ૧૦ શ્રેષ્ઠ પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. DSC તરફથી એ સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.