ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવીની ઓખા બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે બિહારમાં ભાગલપૂર બ્રિજના કોન્ટ્રાકટર એસ પી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું નિર્માણ.કરી રહી છે
બેટ દ્વારકામાં બની રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરીની તપાસ સરકારે કરવી જોઈએ
બિહારમાં બનેલ બ્રિજ તૂટવાની ઘટના બેટ દ્વારકામા ના બને તે માટે સરકારે નોંધ લઇ કામગીરીની તપાસ કરવી જોઈએ બિહારમાં ભાગલપુર બ્રિજ તૂટ્યા બાદ બેટ દ્વારકામા સિગ્નેચર બ્રિજ બનાવતી કંપની સામે સવાલો ઉઠ્યા છે સમગ્ર મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ સરકારને તપાસ કરવા સૂચન કર્યું છે
અનિલ લાલ