વડોદરાની એમ.એસ. યુનિ.ની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીએ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જે રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ પણ મળી આવ્યા હતા. હોસ્ટેલના રૂમ નંબર 34 માં વિદ્યાર્થીનીઓ દારૂની મહેફિલ માણી રહી હતી. એટલું જ નહી સિગરેટ સહિતનો બીજો પણ ઘણો સામાન મળી આવ્યો હતો. આ સાથે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા 3 વિદ્યાર્થીઓ દારૂ છોડીને નાસી છુટ્યા હતા. આવી પ્રવૃતિને પગલે હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી વધારે સવાલો ઉઠી રહ્યા છે. તેમજ શિક્ષણના ધામમાં ચાલી રહેલી હરકત સામે સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષણના ધામમાં નશાની પ્રવૃતીના આક્ષેપો અનેકવાર થઇ ચુક્યા છે. અનેક યુનિવર્સિટીઓમાં ગાંઝાના છોડ મળ્યાની ઘટનાઓ તો પ્રકાશમાં આવી ચુકી છે. તેવામાં હવે રંગેહાથ દારૂની મહેફીલ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. આ સાથે હવે આ સમગ્ર મામલો કમિટી સમક્ષ જશે અને કમિટી વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરશે.. તેમજ M.S. યુનિવર્સિટી ઉપરાંત મારવાડી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ ગાંજાના છોડ ઝડપાયા હતા. જેને લઈને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે પણ રાજકોટમાં આવેલી હોસ્ટેલ, પીજી અને કાફે પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવા પોલીસ કમિશ્નર પાસે માંગ કરી હતી….