ગુજરાત માંથી લગભગ 175 ચિત ફંડ કંપની લોકોના પૈસા લઈને ભાગી ગઈ છે જેમાંની એક વિશ્વામિત્ર ઈન્ડિયા પરિવાર નામની કંપની ગુજરાતમાંથી ગરીબોના પોણા ચારસો કરોડ થી પણ વધારે રૂપિયા લઇ ને ભાગી ગઈ છે. આ અંગે સિટી ન્યુઝ સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે આ કંપનીના માલિક મનોજકુમાર ચંગ છે તેમજ તેમના વિરુદ્ધ 2017 થી અનેક વાર મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, કેબિનેટ મંત્રી ધાર સભ્યો સહિત ના લોકોને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ આ અંગે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. તેમજ આ અંગેની ફરિયાદ રાજકોટ ,જુનાગઢ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર ખાતે કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા ન હોવાથી સરકારે જપ્ત કરેલી પ્રોપર્ટી વહેચી ગરીબ લોકોને પૈસા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી…