ગીર સોમનાથ ના સોમનાથ મંદિર નજીક પ્રભાસ પાટણ થી GIDC રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી જેમાં પોલીસ તંત્ર અને એસ આર પી જવાનીની ટીમ તૈનાત રહી હતી તેમજ રોડની બન્ને સાઇડ કેબીનો, ભંગારના ડેલા સહીતની ગેરકાયદેસર પેશકદમી હતી જેથી સોમનાથ મંદિર આવતા કાજલી થી સોમનાથ અને સોમનાથ થી વેરાવળ બન્ને રોડ પર દબાણો હટાવાયા હતા. તેમજ છતાં હજુપણ પાટણ શીવચોકીથી જીઆઇડીસી રોડ પર મસમોટા ભંગારના ડેલાઓની ગેરકાયદેસર પેશકદમી છે ત્યારે હાલતો તમામ કમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ હાથ ધરાઇ હતી જેમાં ગીર સોમનાથ જીલ્લા એલસીબી, પાટણ પોલીસ, સોમનાથ પોલીસ ની ઘટના સ્થળે હાજરી જોવા મળી હતી.