ગિરસોમનનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં લાંબા સમયથી ચાલતા વરસાદ ને લીધે અતિવૃષ્ટિ ના કારણે ખેડૂતો ઊભા પાક મગફળી, સોયાબીન,કપાસ જેવા પાક નિષ્ફળજતા ખેડૂતો નો એક શેરડી નો પાક અડીખમ ઉભો છે ત્યારે શેરડી ના પાક ને ભૂંડ ના ત્રાસ થી જમીનદોષ કરી નાખતા ખેડૂતો ની પરિસ્થિતિ દયનીય બની છે, ભૂંડ ના ત્રાસ થી ખેડૂતો ખેતી છોડવા તૈયાર છે કોડીનાર તાલુકાના ના મિતીયાજ ગામે ખેડૂત વજુભાઈ વિરભણભાઈ ગોહિલ નો 5 વિધા નો શેરડી પાક અને દેવાયતભાઈ ભીમાભાઇ બળાઈ નો શેરડી પાક ભૂંડ ના ત્રાસ થી વેરવિખેર થઈ જતા ખેડૂતો ને માથે હાથ રાખી ને રોવાનો વારો આવ્યો છે, ખેડૂતો નું કહેવું છે કે ભૂંડ ના ત્રાસ થી બચાવવા સરકાર તેમજ તંત્ર ને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી ત્યારે ખેડૂતો ઓની સરકાર પાસે વળતર ની માંગ કરી રહ્યા છે આ બાબતે ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ, અજીતસિંહ ડોડીયા અને લલિતભાઈ વાળા એ ભૂંડ ના ત્રાસ થી બચાવવા સરકાર સહાય માટે માંગણી કરી છે, જે ખેડૂતો ભૂંડ ના ત્રાસ ના ભોગ બન્યા છે તે ખેડૂતો ને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ અને અજીતસિંહ ડોડીયા લલિતભાઈ વાળા એ કરી છે.
રિપોર્ટ ભરતસિંહ જાદવ ગિરસોમનાથ