પ્રભાસ પાટણ ના બાદલપરા ગામે ગત 14 તારીખના શીતલ પ્રોવિઝન નામની દુકાનમાં નહાવાનો સાબુ માંગી અને વેપારીના હાથમાં રહેલ 7700 રૂપિયા આચકી લઈ અને કહેલ કે “પૈસે દે દે વરના જાન સે માર દુંગા” વેપારીએ પોલીસને જાણ કરેલ પોલીસે સીસીટીવીના આધારે જિલ્લાભરમાં નાકાબંધી કરી સમગ્ર રાજ્યમાં 104થી વધુ ચોરી ચીલઝડપ ને અંજામ આપનાર યુપી ગેંગના સંજયકુમાર બડેરા, વિભાગ ડબાસ, વિશાલ કોહલી અને વિજય ડબાસને ઝડપી લીધા હતા અને તેમની આકરી પૂછપરછ શરૂ કરી હતી. તેઓ ચાદર અને ગરમ ધાબળા વેચવાનો ઢોંગ કરતા અને મોકો મળે એટલે ચીલ ઝડપ અને ધાક ધમકીથી પૈસા લઈ અને નાસી છૂટતા હતા ગેંગના સભ્યોની પૂછપરછમાં પ્રાથમિક કબુલાત આપી હતી જેમાં તેણે ભાવનગરના પાલીતાણામાં નવ દુકાનો અમરેલીમાં ત્રણ દુકાનો માધુપુરમાં છ દુકાનો સોમનાથમાં પાંચ દુકાનો સાળંગપુરમાં 19 દુકાનો ગોંડલમાં 20 દુકાનો ચોટીલામાં 21 દુકાનો જસદણમાં બે દુકાનો મોરબીમાં સાત દુકાનો ગાંધીધામમાં ત્રણ દુકાનો અને માંડવીમાં નવ દુકાનો આમ કુલ 11 શહેરમાં 104 જેટલી દુકાનોમાં ચોરી અને ચીલ ઝડપ કર્યાનું કબૂલ્યું છે