ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના, મટાણા ગામમાં ગણતરીના કલાકના સમયમાં જ દીપડા એવો તે હાહાકાર મચાવ્યો કે ગામ લોકો ભયભીત થવા લાગ્યા હતા મોડી રાત્રે મટાણા ગામના રમેશભાઈ જાદવનો પરિવાર પોતાના પરિવાર સાથે ભોજન લઈ અને ઘર માં બેઠા હતા અને તે દરમિયાન તેનો બે થી અઢી વર્ષનો બાળક પોતાના જ ફળિયામાં રમી રહ્યો હતો અને તેવામાં અચાનક આદમખોર દીપડાએ બાળક પર હુમલો કરી પોતાના જ પરિવારની નજર સામે બાળકને ઉઠાવી જતો રહ્યો હતો જો કે અચાનક બાળકના પરિવારની નજર જતા બૂમાબૂમ કરવા લાગ્યા અને આસપાસના લોકો એકઠા થઈ બાળકની શોધખોળ કરવા લાગ્યા. જોકે કલાકોની શોધ ખોળ બાદ બાળકનો મૃતદેહ દૂર એક શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો જો કે તમામ ઘટના બાદ વન વિભાગ ને જાણ થતા વન વિભાગ એક્શનમાં આવી અને બાળકને પીએમ અર્થે ખસેડાયો. અને આદમખોર દીપડાને પકડવા ચાર જેટલા પાંજરા મંગાવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે હજુ આ બાળકનું મૃતદેહને પીએમ પણ થયું ન હતું ત્યાં જ વહેલી સવારમાં મટાણા જ ગામના અન્ય એક વૃદ્ધા પોતાની જ ઓસરીમાં સૂઈ રહ્યા હતા ત્યારે વૃદ્ધા પર હુમલો કર્યો હતો જોકે ત્યારે પણ વૃદ્ધાના ઘરના લોકોની નજર પડતા દીપડો ત્યાંથી પલાયન થઈ નાચી ભાગ્યો. પરંતુ 75 વર્ષના વૃદ્ધાને ગંભીર હાલતમાં કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા મટાણા ગામમાં પણ વન વિભાગ દ્વારા મોડી રાત્રે ચાર જેટલા પાંજરા ગોઠવ્યા હતા અને વધુ ચાર જેટલા પાંજરાઓ સાસણગીર થી મંગાવી કુલ 8 પાજરા ગોઠવી હાલ દીપડાને પકડવા માટે સક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ