ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસ્યો હતો વેરાવળમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું એકાએક વાતાવરણમાં પલટો આવતા વેરાવળમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો જ્યારે સુત્રાપાડા પ્રાચી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા ખેડૂતોએ વાવેલ ઉનાળુ મગ અડદ ચોરી બાજરો જેવા ઉનાળુ પાકોમાં તેમજ આંબાના બગીચામાં કેશર કેરીમાં પણ નૂકશાનના એંધાણ વર્તાઇ રહ્યા છે મૂંગા પશુઓના ઘાસસારામાં પણ નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બની છે