વેરાવળમાં સિંધી સમાજ દ્વારા પવિત્ર ચાલીસા માસ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા, સત્સંગ અને સમૂહ પ્રસાદ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન શહેરા વાલે સાઈની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી સમાજના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા.100થી વધુ મહિલાઓએ પણ મટકી તૈયાર કરી શોભાયાત્રા અને સ્પર્ધામાં પણ ભાગ લીધો અને રાત્રે પલ્લવ સાહેબ અને જ્યોત પધરામણી બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.સૌ પ્રથમ શહેરના એસટી રોડ સ્થિત લિલાશાહ નગર ખાતેથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ખાસ 100થી વધુ મહિલાઓ મટકીઓ તૈયાર કરીને પોતાના માથે સજાવીને શોભાયાત્રામાં જોડાઈ હતી.જે સમગ્ર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા બહોળો સહયોગ મળ્યો હતો અને ઝુલેલાલ સત્સંગ મંડળના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ