ગીર સોમનાથના જિલ્લાના તાલાલા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલા અગાઉ સુરત રહેતી હતી અને છેલ્લા 7 દિવસથી તાલાલા વિસ્તારમાં ભિક્ષાવૃતિ કરતી હોવાનું સામે આવ્યું છે મહિલાને ડીપોર્ટ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લામાંથી અત્યાર સુધી 2 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી છે