ગીર સોમનાથ જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલય કોડીનાર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠ ની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.શિક્ષણ માનવ જીવનના સર્વાંગી વિકાસનું સર્વોત્તમ સાધન છે.રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓની ઉજાગર કરી તેમને કુશળ બનાવવાનું છે.સાથે સાથે જે વિષય ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ રસરૂચી ધરાવતા હોય એમાં એમને શિક્ષણ આપી અને પ્રશિક્ષિત કરવાના છે.આના દ્વારા શીખનારને પોતાના ઉદ્દેશ અને પોતાની ક્ષમતાની પરખ થાય છે.જે તે ક્ષેત્રમાં પોતે કેટલા સક્ષમ હોય છે એ જાણી શકે છે.શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એના ઉદેશ્યોને સિદ્ધ કરતાં વિદ્યાલયમાં સર્જનાત્મક અને વિવેચ- નાત્મક વિચારસરણી આ ઉપરાંત, શિક્ષણનું માધ્યમ સ્થાનિક માતૃભાષામાં, ઈ- પોર્ટલના માધ્યમથી ડિજિટલ લર્નિંગ અને સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકૉની પૂર્તતા જેવા આયામોને વિદ્યાર્થીઓ દ્વારા પ્રવૃત્તિઓના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ