કોડીનાર બ્રહ્મપુરી ખાતે આજે ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો.મોટેભાગે શ્રાવણી પૂનમ અને બળેવ એકજ દિવસે હોય છે.આ વર્ષ પંચાંગ મુજબ નાળિયેરી પૂનમ અને વ્રતની પૂનમ આજે જ છે.તદ્દ ઉપરાંત આજે શ્રવણ નક્ષત્ર રાત્રીના 8.22 સુધી હોય યજુર્વેદી બ્રાહ્મણો શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલે છે.જ્યોતિષીઓ અને વિદ્વાન બ્રાહ્મણોનાં જણાવ્યા મુજબ ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો આજે બળેવ પર્વ અને રક્ષાબંધન ઉજવે છે તો સામવેદી બ્રાહ્મણો આગામી માસમાં હસ્ત નક્ષત્રમાં જનોઈ બદલે છે.જે મોટાભાગે કેવડા ત્રીજને દિવસે આવતું હોય છે.એકંદરે વ્રતની પૂનમ જે પાળે છે.અને ચંદ્ર દર્શન કરે છે તે લોકોએ શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલવાની રહે છે.તેવું પંચાંગ આધારિત વિદ્વાનો જણાવી રહ્યાં છે.આજે બ્રાહ્મણોમાં દિવાળી જેવો ઉત્સાહ જોવા મળે છે. યજ્ઞોપવિતનું આધ્યાત્મિક મહત્વ તો છે જ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.વિધિવત જનોઈ ધારણ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે.અને ઉત્સર્જન તંત્રનાં રોગો થતા નથી.આજના દિવસે વિધિવત જનોઈ બદલીને ભુદેવોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવ્યા હતા.જનોઈ એ બ્રાહ્મણોનું રક્ષા કવચ છે.
રિપોર્ટર ભરતસિહ જાદવગિરસસોમનાથ