ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના પ્રશ્નાવડા, લોઢવા, વડોદરા, વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને બપોર બાદ સૂત્રાપાડા પંથકમાં મેઘરાજા વરસ્યા હતા ચોમાસાની વહેલી શરૂઆતને લઈને ખેડૂતોને ખેતી પાકમાં નુકશાનની ભીતિ સતાવી રહી છે ખેડૂતોએ વાવેલ ઉનાળુ પાક મગ અડદ સોળી બાજરા જેવા પાકોમાં નુકસાન થયું હતું ઉનાળુ પાક ખેડૂતોના ખેતરોમાં તૈયાર પડ્યો હોય જગતનો તાત ચિંતાતુર બની ગયો છે