ભારત સરકાર દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન “અને ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ‘સ્વચ્છતા અંગે પહેલ કરવામાં આવી હતી જેનાથી સૌ કોઈ પ્રેરીત થઈ અભિયાન અનુસંધાને આજે યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગરબી ચોક ના ગ્રાઉન્ડમાં સમસ્ત ગામ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કચરો બહાર નાખવામાં આવ્યો હતો અને આખું ગ્રાઉન્ડ સ્વચ્છ કરવામાં આવ્યું હતું જેમાં સ્વયંભૂ નાના મોટા સૌ આસપાસ ના લોકો સ્વચ્છતા અભિયાન માં જોડાઈ હતા. સ્વચ્છ રાખવા તેમજ કચરો ન નાખવા સૌ ને અપીલ કરવામાં આવી હતી આ સ્વચ્છતા અભિયાનમાં પ્રાચી તીર્થના યુવાનો તેમજ અન્ય વડીલ બંધુઓ જોડાયા હતા અને તાલુકા સંયોજક છગનભાઈ વાણવી અને પ્રદીપભાઈ બારડ પણ હાજર રહી સૌને આ અભિયાન માં જોડાવા આહવાન કરેલહતુ તેથી આ સ્વચ્છતા અભિયાનમાં આગેવાનો, સહિતના લોકો સ્વયંભૂ જોડાયા હતા.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ