સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંચાલિત ગર્લ્સ હોસ્ટેલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગાઇડલાઇન જાહેર કરી છે. હવે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં શિસ્ત સહિત જુદા જુદા 28 જેટલા નિયમનું ચોક્કસાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ ગર્લ્સ હોસ્ટેલના શૈક્ષણિક વર્ષ 2023-24ના નિયમો અંગેનો ગઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ડાઇનિંગ અને પ્રાર્થના હોલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને મર્યાદામાં કપડા પહેરવા માટેની સૂચના આપવામાં આવી છે. કેમ્પસમાં આવેલી પાંચ હોસ્ટેલ માટે ગઇડલાઇન જાહેર કરવામાં આવી છે. સમગ્ર મામલે વિદ્યાર્થીનિઓએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જે ગઇડલાઇન જાહેર કરી છે તે મુદ્દો ભટકાવા કરી છે. વિદ્યાર્થીનિઓમાં એટલી સમજશક્તિ તો છે કે ક્યાં કપડાં ક્યાં પહેરવા, આ ગઇડલાઇન માત્ર ને માત્ર મેરીટ લિસ્ટમાં થઇ ગેરરીતિનો મુદ્દો ભટકાડવા માટે જાહેર કરી છે.