ગઈકાલે રાત્રિના સમયે અમદાવાદ ઇસ્કોન પાસે અકસ્માતમાં કુલ 9 વ્યક્તિઓના મૃત્યુ થયેલા હતા.જે પૈકી ત્રણ યુવાનો બોટાદ જિલ્લાના આવેલ હતા આ દુઃખદ ઘટના બનતા બોટાદ શહેરમાં ગમગીની છવાયી હતી તેમજ આ ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના મૃતદેહ બોટાદ લાવવામાં આવ્યા હતા તેમજ એક યુવાન ચાંચકા ગામના હોવાથી ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સાથે બોટાદ ખાતે આ યુવાનોની સ્મશાન યાત્રા નીકળતા બોટાદમાં ખૂબ જ ગમગીની છવાયેલ હતી અને હૈયાફાટ રૂદન વચ્ચે આ યુવાનની સ્મશાન યાત્રા કાઢવામાં આવેલ હતી તેમજ આ યુવાનનું મોત થતા આજરોજ બોટાદ ખાતેથી તેની સ્મશાન યાત્રા નીકળેલ હતી જેમાં બોટાદ ગામના મોટી સંખ્યામાં નાગરિકો અને સમાજના આગેવાનો પણ જોડાયા હતા
ગઈકાલે અમદાવાદ ઇસ્કોન પાસે બનેલ અકસ્માતમાં થયેલ બોટાદના ત્રણ યુવાનના મોતનો મામલો….
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -