આજ રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાંથી નરેશ પટેલના શિવાંશ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા અને પરિવારના સદસ્યો સાથે મુલાકાત કરી હતી. આ સાથે ફાર્મ હાઉસખાતે મુખ્યમંત્રીને નરેશ પટેલ પરિવારે આવકાર્યા હતા.ફાર્મ હાઉસમાં રહેલા ભગવાન શંકરના મંદિરમાં મુખ્યમંત્રીએ દર્શન કર્યા હતા અને ત્યારબાદ ફાર્મ હાઉસમાં જ બિલિપત્રનાં વૃક્ષનું રોપણ કર્યું હતું.તેમજ મુખ્યમંત્રી માટે ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો.જોકે એકદમ સાદુ ભોજન જ રખાયું હતું,આ તકે નરેશ પટેલનો પરિવાર ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શીતાબેન શાહ, મેયર પ્રદિપ ડવ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.