માહિતી મુજબ રાજસ્થાનથી વિદેશી ઇંગ્લિશ દારૂ ભરેલ સ્કોડા ફેબિયા ગાડી આવી રહેલ હોવાની બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસે પીછો કરતા અને પોલીસ સ્ટેશને રોડ ઉપર આડશ મૂકતા દારૂ ભરેલ ગાડીનો આરોપી ગભરાઈ પોતાની ગાડી ભાટવાસ રોડ પર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે સદર ગાડીનો કબ્જો લઈ પોલીસ સ્ટેશને લાવી તેની તપાસ કરતા ગાડીની પાછળની ડિકીમાંથી તથા અંદરની સીટમાં વિદેશી ઇંગ્લિશ દારૂ ભરેલ હોવાનું દેખાયું હતું. જેમાં મેકડોલ કંપનીની ૨૮૩ અને રોયલ ટેલેન્ટ કંપનીની ૭૯ ઇંગ્લિશ વિદેશી દારૂની બોટલ મળી કુલ ૩૬૨ બોટલ મળી આવી હતી જેની બજાર કિંમત 1.47 લાખ થવા જાય છે. ઉપરાત કહેવાતી ગાડીમાં અન્ય બે ડુપ્લીકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. કબજે કરેલ ગાડી 3 લાખની મળી કુલ ૪,૪૭,૨૦૫ના મુદ્દામાલ સાથેનો કબ્જો લઈ ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ અર્થે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર :- જય જાની