ખેડબ્રહ્મા નગરમાં નદીના કિનારે આવેલ બગીચામાં નગરપાલિકા દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયો હતો ત્યારે આ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસર સાવનભાઈ રતાણી, સી.પી .આઇ ચૌધરી પીએસઆઇ આર જે ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદે ઠક્કર પૂર્વ કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ, શેઠ.કેટી હાઈસ્કૂલના વિધાર્થીઓ શિક્ષકો હાજર રહ્યા હતા અને શીલા લકમ મહેમાનો દ્વારા ખુલ્લી મુકવામાં આવી ત્યારબાદ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો, મહાનુભાવો દ્વારા રીટાયર્ડ આર્મી મેન કોદરવીનું સાલ ઓઢાડીને તેમજ ફૂલહાર અને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું