સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના, વન અધિકાર અધિનિયમ ૨૦૦૬, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે. આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- જય જાની