ખેડબ્રહ્મા અંબિકા માતાજી મિટિંગ હોલમાં ધાગધ્રા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અને વય નિવૃત્ત થયેલ દિનેશભાઈ ભાટિયાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડબ્રહ્મા નાયબ કલેકટર એચ.યું. શાહના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો . જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. હાજર મહાનુભાવો દ્વારા વય નિવૃત્ત થયેલ ભાટિયાની કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઉપરાત ભેટ સોદાગો અને ફૂલહાર પહેરાવી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની કામગીરીની પ્રશંસાથી તેમને બઢતી મળતા ધાગધ્રા ખાતે મામલતદાર તરીકે તેઓ કેટલાક મહિનાથી ફરજ બજાવતા હતા અને ત્યાં પણ તેઓ લોક ચાહના મેળવી વય નિવૃત્ત થયા હતા.
રિપોર્ટર :- જય જાની