સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક ભાઈએ જ નજીવી બાબતે પોતાના ભાઈની હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બારેક મણ ઘઉંની ચોરી કરીને ચૂપચાપ લઈ જવા બાબતે બે ભાઈઓ વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા હત્યામાં પરિણમ્યો. ખેડબ્રહ્મા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૪૫ વર્ષીય આરોપી નવજી ધનાભાઇ ગમાર, રહેવાસી બોરડી, ખેડબ્રહ્મા, વિરુદ્ધ BNS કલમ ૧૦૩, ૧૧૫અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ખેડબ્રહ્મા પી.આઈ. ડી.આર. પઢેરિયાના જણાવ્યા અનુસાર, પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે.