ખેડબ્રહ્મામાં આવેલા મંદિરોમા શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી. શ્રાવણ માસમાં પવિત્ર તહેવારો પ્રારંભ થઇ ગયો છે જ્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી.પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે. ત્યાર બાદ ઘીનો દિવો કરી શીતળા માતાની વાર્તા સાંભળે છે અને પૂજા અર્ચના કરે છે જ્યારે ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ અને નવા મારવાળામાં આવેલ શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમને લઈને વહેલી સવારથી ભક્તો પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા શીતળા માતાજીના મંદિરમાં પણ વહેલી સવાર થી જ ભક્તો ઉમટી પડ્યા હતા.મંદિરોમા મહિલાઓએ શીતળા માતાજીની પૂજા-અર્ચના કરી હતી.
રિપોર્ટર :- જય જાની