ખેડબ્રહ્માના નવા ચાંપલપુર ખાતે આવેલ ૐ કારેશ્વર મહાદેવ મંદિરે ૨૧ માં પાટોત્સવ નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો. તેમજ ૐ કારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે આ યજ્ઞમાં ૧૩ ભૂદેવો દ્વારા ૧૧ યજમાનોએ લ્હાવો લીધો હતો. તેમજ ૐ કારેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને અલગ અલગ રંગોથી અને પુષ્પ માળાઓથી સુશોભિત કરવામાં આવી હતી. જેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી આ સાથે સમગ્ર દિવસનું વાતાવરણ શિવ ગુંજથી ઉઠી પડ્યું હતું તેમજ સર્વે ધર્મપ્રેમી જનતાએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો
રિપોર્ટર :- જય જાની