રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના રાજનગર મેઇન રોડ તથા નંદનવન મેઇન રોડ થી 80 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 12 નમૂનાની ફૂડ સેફ્ટી ઓન વાન દ્વારા સ્થળ પર ચકાસણી કરેલ.
• ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :-
ફૂડ વિભાગ દ્વારા શહેરના રાજનગર મેઇન રોડ તથા નંદનવન મેઇન રોડ થી 80 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલ (૧)જાનકી ફૂડ કોર્નર -વાસી અખાધ્ય બટેટાનો મસાલો 5 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ (૨)શ્રી દ્વારકેશ ડેરી ફાર્મ -5 લિટર વાસી અખાદ્ય પેપ્સી કોલાનો નાશ તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના (૩)ચટપટ્ટા ફૂડ ઝોન -5 કિ.ગ્રા. વાસી અખાદ્ય ભાતનો અને 1 કિ.ગ્રા. આજીનો મોટો મળીને કુલ 6 કિ.ગ્રા સ્થળ પર નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ખોડિયાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)ખોડિયાર નાસ્તા હાઉસ-લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ (૦૬)અફાર પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)શ્રી નાથજી ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ (૦૮)રજવાડી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)રમ પમ આઇસ્ક્રીમ & કેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)શ્રી નાથજી ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)ન્યુ સંતોષ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
તથા (૧૨)દેવ ફાસ્ટફૂડ (૧3)બાલાજી સોપારી (૧૪)આશાપુરા ફરસાણ (૧૫)બેક & ટેક (૧૬)મહાવીર કોલ્ડ્રિંક્સ (૧૭)શ્રી રમ જનરલ સ્ટોર્સ & આઇસ્ક્રીમ (૧૮)જય હો કાઠિયાવાડી રેસ્ટરોરેન્ટ (૧૯)સરદાર રેસ્ટરોરેન્ટ (૨૦)લીંબુ સોડા & આઇસ્ક્રીમ (૨૧)ફેશ કોલ્ડ્રિંક્સ (૨૨)પટેલ ફાસ્ટફૂડ (૨૩)પાર્થવિ સોડા સોફટી (૨૪)રાજ ભેળની ચકાસણી કરવામાં આવેલ.
• નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦4 નમૂના લેવામાં આવેલ :-
1. મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- દેવ ફાસ્ટફૂડ, સર્વોતમ પેલેસ, બ્રીજવિહાર 80 ફૂટ વાવડી, રાજકોટ.
2. સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- જાનકી ફૂડ કોર્નર, નંદનવન રોડ, સંસ્કાર સીટી પાછળ, કે.કે પાર્ક, મૈત્રી કોમ્પ્લેક્ષ, રાજકોટ.
3. ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્થળ- ખોડિયાર ફરસાણ, નંદનવન રોડ, સંસ્કાર સીટી પાછળ, કે.કે પાર્ક, મૈત્રી કોમ્પ્લેક્ષ, રાજકોટ.
4. કુશલી પાસ્તા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- વિલિયમ જોન્સ પીઝા, એચ. આર. સન્સ, 80 ફૂટ રોડ, સોરઠીયાવાડી પાસે, રાજકોટ.