અમરેલીના ગીર કાંઠાના ખાંભા શહેરમાં ૨૫ વર્ષ પહેલાં બનાવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસ.ટી.ડેપો શોભાના ગઠીયા સમાન બની ગયું છે
ખાંભા તાલુકાના 57 ગામના લોકો એસ.ટી.બસ સ્ટેશન બંધ હોવાના કારણે ખાંભાના જુના બસ સ્ટેન્ડ માં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી બની છે અંહી બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંભા ગામ એસ ટી બસ સ્ટેશન વિકાસની રાહ જોઈ રહ્યું હોય તેમ ૨૫ વર્ષથી બનેલ એસ.ટી ડેપો ખંઢેર હાલતમાં પડ્યો છે અને આ એસ.ટી ડેપોમાં ક્યારેક બસ આવે છે ને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી ત્યારે અગાઉ ગ્રામજનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં ખાંભાનો એસ.ટી.ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો આજે પણ આ એસ ટી બસ સ્ટેશન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ખાંભામાં ૨૫ વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચ બનાવેલ એસ ટી ડેપો આજે પણ ધૂળ ખાઈ રહ્યો છે અને એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંઢેર બન્યું છે અને અવારા તત્વનો અડ્ડા બન્યું છે ત્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું અને અનેક ચૂંટણી જતી રહે બાદ કોઈ સામે એસ ટી બસ સ્ટેશન સામે જોતું નથી