ગઈકાલે રાજકોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. રૂ. 214 કરોડની કિંમતનો 30.600 કિલો હેરોઇન ડ્રગ્સનો જેટલો જથ્થો ATS દ્વારા ઝડપી લીધાની ઘટના સામે આવી હતી. ત્યારે આજરોજ ‘આપ’નાં સંગઠન CYSS દ્વારા ‘ગુજરાતમાં કહેવાતી નશાબંધી’ સહિતનાં બેનરો સાથે ‘ભારત માતા કી જય’ તેમજ ‘રાજીનામુ આપો રાજીનામુ આપો હર્ષ સંઘવી રાજીનામુ આપો’ નાં સૂત્રોચ્ચાર કર્યા હતા. અને રાજ્યમાં નશાનું દુષણ વધવા છતાય ગૃહમંત્રી નિષ્ક્રિય હોવાનો આરોપ લગાવ્યો હતો. કોઈપણ મંજૂરી વિના કરવામાં આવી રહેલા આ દેખાવોને લઈને પોલીસ દોડી ગઈ હતી અને CYSSનાં હોદ્દેદારોની અટકાયત કરવામાં આવતા ‘ભાજપ સરકાર હાય હાય’નાં નારા પણ લાગ્યા હતા.